Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર શહેર માં ઇદે મિલાદુન્નબી ના તહેવાર ની દબદબાભેર ઉજવણી કરાઇ હતી. 

  • ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહે૨ના કસ્બાતી વાડ થી નીકળી હલીમશા દાતાર ભંડારી દરગાહ શરીફ ખાતે પહોંચી હતી.
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ સંપન્ન થયો હતો. 
  • શહેરના વિવિધ વિસ્તારોમાં ઇદે મિલાદુન્નબી તહેવારોની ઉજવણીના ભાગરૂપે જુલૂસ નીકળ્યા હતા.

સમગ્ર વિશ્વને એકતા અને  શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ સાહેબના 1500 માં જન્મદિવસ ઈદ એ મિલાદુન્નબી ની પ્રતિ વર્ષ  મુસ્લિમ સમાજ દ્વારા શાનો  શૌકત થી ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ઠેર-ઠેર ઝૂલુસ આમ ન્યાજ, વાયઝ સહિતના કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે. ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહે૨ના કસ્બાતી વાડ થી નીકળી કાગદીવાડ, ગોયા બજાર, ભાટવાડ, ભંડાર હોટલ, મુલ્લાવાડ થઈ કાજી ફળિયા થી હઝરત હલીમશાહ દાતાર ભંડારી ની દરગાહ શરીફ ખાતે બાલ મુબારક ની જિયારત કરાવી જુલૂસ નું સમાપન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ના ડીવાયએસપી ઓઝા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેર પી.આઇ. ચાવડા, પીએસઆઇ ચૌહાણ તથા સ્ટાફ નાઓએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલ માં તહેવાર કોમી એકતા અને ભાઇચારા સાથે ઉજવાયો હતો. આ ઝુલુસ માં   જશ્ને ઇદે મિલાદુન્નબી કમિટી ના  મુસ્તાક શેખ, મુખ્તિયાર મલેક, વસીમ ફડવાલા,સૈયદ ગ્યાસુદ્દીન કાજી, સૈયદ મુનવ્વર બાવા, સૈયદ આરીફ બાવા, બખ્તિયાર પટેલ, અમન પઠાણ,  સહીત  મોટી  સંખ્યામાં મુસ્લિમ  બિરાદરો જોડાયા  હતા.

error: Content is protected !!
Scroll to Top