Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ સામે દર્દી પાસે વધુ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

મીરાનગર ની મહિલા દર્દી ના કમર ના ઓપરેશન 2 લાખ માં કરવા કહ્યા બાદ 4 લાખનું  બિલ આવતા પરિવાર નો હંગામો  મચાવ્યો હતો.

  • હોસ્પિટલ ના ગેટ આગળ પરિવાર ના સભ્યો સાથે લોકો ધરણા પર બેસી ગયા હતા. 
  • ⁠પોલીસ એ પણ દરમિયાનગીરી કરાવી પડી હતી.

અંકલેશ્વર મીરાનગર કહતે રહેતા ગાયત્રીદેવી ના કમર માં દર્દ ની સમસ્યા ને લઇ પરિવાર દ્વારા જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું કમર નું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આજરોજ રજા આપવાના સમયે 4 લાખ જેટલું અધધધ બિલ આવતા પરિવાર ની આંખો ફાટી ગઈ હતી. તેમના પુત્ર અભય એ જણાવ્યું હતું કે મારી માતા ના ઓપરેશન માટે આવ્યા હતા બે લાખ રૂપિયા નું વીમા કવર માં ઓપરેશન થઇ જશે તેમ પૂછતાં તેઓ હા પાડી હતી. એન વીમા કવર ના 2 લાખ ઉપરાંત અન્ય 2 લાખ મળી હવે 4 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે. અને માતા ને બિલ ચૂકવ્યા વગર રજા આપતા નથી. અને કઈ કહીએ છીએ તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યા છે. જ્યાં સુધી મારી માતા ને રજા ના આપે ત્યાં સુધી અમે અહીં જ બેસવાના છે. તેમના વકીલ મિત્ર સુરેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે હોસ્પિટલ એ પહેલા બે લાખ નું કહ્યા બાદ હવે 4 લાખનું બિલ આપ્યું છે. અને બિલ ના ચુકવતા દર્દી ને અંદર ગોંધી રાખ્યા છે રજા પણ આપતા નથી. યોગ્ય પ્રતિઉત્તર ના અપાતા અંતે અહીં ગેટ પર ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરી રહ્યા છીએ.

error: Content is protected !!
Scroll to Top