Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ ની દુધ ધારા ડેરી ની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક મતભેદો ઉગ્ર બન્યા છે.

ભરૂચ-નર્મદા ના સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે પ્રદેશ ભાજપના નિર્ણય પર તીખું નિશાન સાધ્યું છે.

સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, “જિલ્લાની સંકલન સમિતિમાં ચર્ચા કર્યા બાદ જ મેન્ડેટ જાહેર થવું જોઈએ હતું, પરંતુ વિના ચર્ચા લેવાયેલ આ નિર્ણય પાર્ટી મોટી ભૂલ સાબિત થશે.”તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું કે સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપના જ બે અગ્રણીઓ વચ્ચે જંગ ઉભો થયો છે, જેનો ફાયદો વિરોધીઓને થશે અને અંતે નુકસાન ભાજપને જ ભોગવવું પડશે.મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, આવા નિર્ણયને કારણે ભરૂચ અને નર્મદા – બન્ને જિલ્લાના આગેવાનો કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે.હાલ દુધધારા ડેરીની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે જંગ છે – એક તરફ ભરૂચના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, જ્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ. બંને વચ્ચે સીધી ટક્કર સર્જાતા રાજકીય ગરમાવો ચરમસીમાએ છે.

error: Content is protected !!
Scroll to Top