Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર માંડવા વિકાસ હોટલ પાસે ટ્રિપલ વાહન અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર આખલો આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે.

  • ઉભેલી પીકઅપ જોડે આઇસર ટક્કર બાદ ટ્રક ભટકાઇ હતી, પીકઅપ અને આઇસર ચાલક સહિત 4 વ્યક્તિને ઇજા થઇ હતી.
  • ત્રણ વાહનો જોરદાર ટક્કર માં પીકઅપ અને આઇસર રોડ પર પલટી મારી ગયા હતા.
  • ઘટનાને લઇ હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો.
  • 108 ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર ના માંડવા નજીક વિકાસ અને આરામ હોટલ વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં 4 થી વધુ લોકો ઇજા પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાઇવે પર પુરપાટ વાહનો પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન એક આખલો વચ્ચે આવી જતાં તેને બચાવવા જતા પીકઅપ ગાડી ના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા તેની સાથે ભટકાયા બાદ ગાડી આઇસર ટેમ્પા અને ટ્રક સાથે ટકરાઈ હતી. આ જોરદાર ટક્કર માં પીકઅપ ગાડી અને આઇસર ટેમ્પો રોડ પર પલટી મારી ગયો હતો. તો ટ્રક રોડ સાઈડ ડિવાઈડર માં ભટકાઈ હતી. અકસ્માતમાં આઇસર ટેમ્પો ચાલક, પીકઅપ ચાલક સહીત 4 વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. જેમને 108 ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને એન.એચ.આઈ ટીમને થતા સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માત ગ્રસ્ત વાહનો હટાવી ટ્રાફિક પુનઃ કાર્યવંતિત કર્યો હતો.

error: Content is protected !!
Scroll to Top