Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે એસ.પી અક્ષયરાજ મકવાણા ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો.

રાજપીપળા રોડ, વાલિયા રોડ સહિતના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા તેમજ સીસીટીવી નેટવર્ક સહિતના પ્રશ્ને કરાય ચર્ચા કરી હતી.

અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં આવેલ સરદાર પટેલ વાડી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરાઈ હતી. ભરૂચ જિલ્લાના નવ નિયુક્ત પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન યોજવામાં આવ્યું હતું.જેમાં નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા અને પી.આઈ.આર.એચ.વાળા તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. જે બાદ સરદાર પટેલ વાડી ખાતે લોક દરબાર યોજાયો હતો.જેમાં ટ્રાફિક,સીસીટીવી કેમેરા સહિતના પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સ્થાનિકો ની રજુઆત સાંભળી પોલીસ વડાએ તેઓના પ્રશ્નોના નિરાકરણ ની ખાતરી આપી હતી.

error: Content is protected !!
Scroll to Top