Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર પી.એમ.મોદીના જન્મદિવસ નિમિત્તે ભડકોદ્રા ગામે રક્તદાન શિબિર યોજાઈ હતી.

ભાજપ અને શિવ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું.

દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ભાજપ પરિવાર તેમજ શિવ ગ્રુપ અને એકતા ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે ભાજપના પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેવા કાર્ય થકી જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી.આ સાથે જ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ફુટ વિતરણ તો વિધવા બહેનોના સન્માન સમારોહ અને સ્મૃતિચિન્હ વિતરણ સમારોહ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

error: Content is protected !!
Scroll to Top