Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર પાલિકા દ્વારા  ઓ.એન.જી.સી વર્કશોપ થી ભરૂચી નાકા સુધી માર્ગ ની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી.

અંકલેશ્વર ના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ના હસ્તે 7.43 કરોડના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. સિનિયર સીટીઝન ગાર્ડન નું 90.45 લાખ ના ખર્ચે રીનોવેશન કરશે.અંકલેશ્વર ઓ.એન.જી.સી.થી સંત શ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ,ભરૂચી નાકા સુધીના સ્ટેટ હાઇવે માર્ગ પાલિકા હસ્તગત લીધા બાદ આખરે નવ નિર્માણ કરવામાં આવશે. તેમજ આ ઉપરાંત વરસાદ માં બિસ્માર બનતા અન્ય 9 માર્ગો નું રી કાર્પેટિંગ કરવામાં આવશે. આ ઉપરાંત અંકલેશ્વર જવાહર બાગ સામે આવેલ સિનિયર સીટીઝન બાગ નું રીનોવેશન કામગીરી મળી કુલ 7.43 કરોડના વિકાસના કામો નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, મામલતદાર કરણસિંહ રાજપૂત, નગરપાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહીત પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેરમાં સ્ટેટ હાઇવે તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિત ત્રણ વિભાગોમાં આવતા માર્ગ નગર પાલિકા માં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. 6 કરોડથી વધુના ખર્ચે માર્ગનું નવનિર્માણ નવીનતમ ટેકનોલોજી ની મદદ થી ડામર રોડ ઉખડી તેના પર રોડ નિર્માણ કરવામાં આવશે, સિનિયર સિટીઝન ગાર્ડનનું 90 લાખના ખર્ચે રીનોવેશન કામગીરી નું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પાલિકા વિસ્તાર ના અન્ય નવ માર્ગ જે વરસાદ ના કારણે ક્ષતિગ્રસ્ત બન્યા છે તેનું રિકાર્પેટીંગ અને રિસરફેસિંગ કામગીરી 1.27 કરોડ ના ખર્ચે કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે. કે 6 કરોડ ઉપરાંત ના ખર્ચે નિર્માણ પામનાર માર્ગ હાલ અત્યંત બિસ્માર હોવા સાથે અસંખ્ય ખાડા માંથી પસાર થતા વાહનચાલકો શારીરિક યાતના વેઠી રહ્યા છે ત્યારે માર્ગ   ઝડપભેર નિર્માણ કરાવવામાં આવે તે જરૂરી બન્યું છે.

error: Content is protected !!
Scroll to Top