Vaat Ankleshwarni

તાજા સમાચાર

સજોદ ગામમાં સરકારી ગૌચરની 150 એકર જમીન ખેડૂતો નું અતિક્રમણ કરાયું હોવાની ફરિયાદ તાલુકા અને જિલ્લા પંચાયત માં કરવામાં આવી છે.

સરકારી પડતર,નહેરો ની બાજુની, તલાવડી, ગૌચરણ, લામ,આમલાખાડી બાજુ ની તેમજ રોડ માર્જિન ની જગ્યા પર આજુબાજુ ની જમીન ધારકો દ્વારા દબાણ કરાયું છે.

સજોદ ના ખેડૂત ખાતેદારો અને પશુપાલકો દ્વારા અંકલેશ્વર મામલતદાર, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં સજોદ ગામની સરકારી જમીન માં અતિક્રમણ કરવામાં આવ્યું હોવાની લેખિત ફરિયાદ કરી છે. ગામમાં અલગ અલગ 20 સ્થળે દબાણ કરવામાં આવ્યું છે. અંદાજિત 150 એકર વધારે જમીન જે સજોદ ની સીમ માં આવેલ છે. જે પડતર અને ગૌચરણ જમીન છે. જે જમીનમાં લોકો દ્વારા ખાનગી ઉપયોગ માં લીધી છે. ગામ માં પશુપાલકો ના પશુ ભૂખે મારી રહ્યા છે. અને સિમ માંથી આવવા જવાનો રસ્તો ઓ પણ બંધ થઇ ગયા છે. તો પડતર જમીન ગૌચર, નેરો, ખુલ્લા થાય તો ખેડૂતો આવાગમન ના રસ્તા થઇ શકે તેમ છે. સજોદ ગામ ના રહીશો દ્વારા આ જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણ ખુલ્લું કરવામાં માટે રજુઆત કરી છે.

error: Content is protected !!
Scroll to Top