Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ઓએનજીસી કોલોની માં ભરૂચ જિલ્લા ના સૌથી ઉંચા 50 ફૂટ કરતા વધુ ના રાવણ દહન ની તૈયારી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

  • છેલ્લા 48 વર્ષ થી રાવણ દહન નું ઓએનજીસી ખાતે કરવામાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
  • રાજ્ય સૌથી મોટા રાવણ દહન પૈકીનું એક આયોજન અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે થાય છે.
  • 50 ફૂટ ના રાવણ, 47 ફૂટ ના કુંભકર્ણ અને 47 ફૂટ ના મેઘનાથ ના પૂતળાનું છેલ્લા 40 દિવસ માં આખરી ઓપ કલાકરો આપી રહ્યા છે.
  • ચાલુ વર્ષે વરસાદ ના વિઘ્ન આવે તો પણ રાવણ દહન થઇ શકે તેવું આયોજન કરાઇ રહ્યું છે

અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવે છે. જ્યાં એક તરફ નવરાત્રી નું આયોજન થાય છે. તો કોલોની માં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરે છે. તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઓએનજીસી કોલોની ખાતે રામલીલા નું આયોજન પ્રતિ વર્ષ કરતા હોય છે.ઓએનજીસી કોલોની મીની ભારત ના ભિન્ન-ભિન્ન પ્રાંત ના ઉત્સવ ના સમૂહ નગરી બની જતી હોય છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા પ્રતિ વર્ષ ની જેમ રાવણ દહન કાર્યક્રમ માટે આગોતરું આયોજન કરી રહ્યું છે. દશેરા ના 7 દિવસ પૂર્વે રામલીલા ની શરૂઆત કરવામાં આવે છે. સાથે દશેરા અનુલક્ષી ને મેળો યોજવામાં આવે છે. તો જિલ્લા માં સૌથી વધુ ઓએનજીસી ના રાવણ દહન નું પણ અનેરું આકર્ષણ છે. રાજ્યના સૌથી મોટા રાવણ દહન ના આયોજનો પૈકી એક અંકલેશ્વર ઓએનજીસી નું હોય છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે 49 વર્ષના લગાતાર આયોજન વચ્ચે. ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 40 દિવસ થી રાવણ કુંભકર્ણ અને મેઘનાથ ના પૂતળા દહન ના દશેરા ના ઉત્સવ ની તૈયારી કરી રહ્યા છે. કારીગરો દ્વારા હાલ 50 ફૂટ ના રાવણ ,47 ફૂટ ના કુંભકર્ણ અને 47 ફૂટ ના મેઘનાથ ના કદાવર પૂતળા તૈયાર કરવાની કામગીરી પૂર જોશ માં ચાલી રહી છે જેમાં 150 કિલો પેપર પસ્તી, 1300 કિલો નવા કાગળ, 300 થી વધુ બામ્બુ વાસ, 500 મીટર સાડી સહીત 50 લિટર કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય પૂતળા ઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના સૌથી મોટા આયોજન પૈકી એક અંકલેશ્વર ઓએનજીસી નું આયોજન હોય છે. પૂરતી તકેદારી સાથે રાવણ કુંભકર્ણ અને મેઘનાથ ના પૂતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે વરસાદ ના વિઘ્ન વચ્ચે પણ રાવણ દહન યોગ્ય રીતે થઇ શકે તે પ્રમાણે રાવણ ની કદાવર પૂતળા નું સર્જન કરવામાં આવ્યું છે. વધુ માં 2 ઓક્ટોબર ના રોજ રાવણ દહન સાથે વિશેષ નાસિક ના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ આતીશબાજી નો ભવ્ય નજારો પણ યોજવામાં આવશે.

error: Content is protected !!
Scroll to Top