Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર નર્મદા કાંઠા નો અજગર 5 કિમિ અંદર શહેરી વિસ્તાર માં પ્રવેશ્યો હતો. ગત રાત્રી ના રોડ ક્રોસ કરી અજગર એશિયાડ નગર સુધી પહોંચી ગયો હતો.

  • જીવદયા પ્રેમી ને જાણ થતા અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગ ને સુપ્રત કર્યો હતો.
  • ખોરાક ની શોધ માં સર્પ બાદ હવે અજગર ની એન્ટ્રી થી શહેરીજનો ચિંતા વધારી હતી.

એક અજગર શહેર ના અંદર ના દ્રશ્યો અંકલેશ્વર માં જોવા મળ્યા હતા. ગત રોજ અંકલેશ્વર શહેર ના હાંસોટ પર એશિયાડ નગર પાસે રોડ ક્રોસ કરી મહાકાય 7 ફૂટ લાંબો અજગર ધસી આવ્યો હતો. રોડ ક્રોસ કરી આવી રહેલ અજગર રાહદારી ના નજરે પડતા વિડીયો ઉતાર્યો હતો તો સ્થાનિક લોકો ની મદદ થી એનિમલ લવર્સ ગ્રુપ ના તરુણ પટેલ, કૌશિક પટેલ, હિતેશ પટેલ, તાજ ભાઈ અને વિવેક શર્મા સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમતે અજગર ઝડપી પાડ્યો હતો. અને તેને સુરક્ષિત રીતે વન વિભાગ ને શાલીમાર નર્સરી ખાતે પહોંચી વિસ્તરણ અધિકારી ડી.વી. ડામોર અને ભાવેશ મોભ ને સુપ્રત કર્યો હતો તેમના દ્વારા અજગર નું તબીબી પરીક્ષણ કરાવી સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરુ કરી હતી.

error: Content is protected !!
Scroll to Top