- ટેલરીંગ દુકાન પર થી ઘરે જમવા આવી રહેલા 17 વર્ષીય તરુણ ટક્કર મારતા સ્થળ પર ગંભીર ઇજા ને લઇ મોત થયું હતું.
- ટ્રક ચાલક નશામાં ધૂર્ત જોવા મળતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
- લોકો ચાલકને પોલીસ ના હવાલે કર્યો હતો.
- ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર ના અંદાડા ગામ ખાતે નર નારાયણ સોસાયટી માં રહેતા અને મૂળ બિહાર ના ચિમ્પુ કુમાર ઉપેન્દ્ર તાંતી ને ત્યાં છેલ્લા 3 મહિનાથી મામા નો 17 વર્ષીય દીકરો સુનિલ તાંતી રહેવા આવ્યો હતો. ગત સાંજે ચિમ્પુ કુમાર પોતાની સી.કે. પટેલ કોમ્લેક્ષ ખાતે આવેલ ટેલર ની દુકાન પર હતો તે સમયે તેમની ગાડી લઇ સુનિલ તાંતી ધરે જમવા માટે નીકળ્યો હતો. દરમિયાન અંદાડા વાધી રોડ પર હરિ કૃપા સોસાયટી તેમજ અશોક વાટિકા સોસાયટી પાસે હાઇવે પર થી પુરપાટ આવતા ટ્રક ચાલકે અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી.

અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જ્યાં ટ્રક ચાલક નશા માં જોવા મળતા લોકોમાં રોષ ફેલાયો હતો. ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે તેમજ 108 ને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી જ્યાં 108 ની ટીમ દ્વારા સુનિલ તાંતી ને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ચિમ્પુ કુમાર ઉપેન્દ્ર તાંતી એ ફરિયાદ આપતા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.,

