
આજ થી માં અંબા ના નવરાત્ર નો પ્રારંભ થયો છે. કોરોના ગાઈડલાઈન ને લઇ જ્યાં વ્યવસાયિક ગરબા યોજાયા નથી જે વચ્ચે શેરી ગરબા એ આકર્ષણ જમાવ્યું છે. આ વચ્ચે અંકલેશ્વર શહેર મધ્ય માં બિરાજમાન માં અંબા ધામ એટલે મીની અંબાજી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે 400 વર્ષ ઉપરાંત થી યોજાતા ગરબા ની પરંપરા તૂટી હતી જે ચાલુ વર્ષે પુનઃ શરુ કરવામાં આવી છે. તો માં અંબા ના આ ધામ અંકલેશ્વર માં મીની અંબાજી તરીકે વિખ્યાત છે. મંદિર ની ગાથા અનેરી છે. માર્કંડ ઋષિ દ્વારા સોની ફળિયા ખાતે નર્મદા નદી કિનારે ભગવાન શિવ ની આરાધના કરી હતી. લઇ આવ્યા હતા તો ઉંમર અને શારીરિક રીતે અસ્વસ્થ બનતા ભગવાન શિવ ની આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શિવ અહીં તેમની ભક્તિ થી પ્રસન્ન થઇ અહીં બિરાજમાન થયા છે. તેમની સાથે જ અહીં માં અંબા ની નાની ડેરી સ્થાપના કરી માતાજી ની પણ આરાધના કરવામાં આવી હતી. 400 વર્ષ પૂર્વે ડેરી સ્વરૂપે માં આદ્યશક્તિ નો 1967 માં જીણોધ્ધાર કરી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. જેમાં એક તરફ ભગવાન શિવ માર્કેન્ડેશ્વર મહાદેવ તરીકે બિરાજમાન છે તો બીજી તરફ માં અંબા પોતાના દિવ્ય સ્વરૂપ બિરાજમાન છે.

તો મંદિર ના એક તરફ હનુમાનજી તમેજ બીજી તરફ ગણેશજી બિરાજમાન છે. મંદિર આગળ વિશાળ ચાંચળ ચોક આવેલા છે. મંદિર ની જે તે વખતે રચના કરવામાં આવી હતી તેના કિલ્લેબંધી જેવા કોટર્ની દીવાલ ઉભી કરાઈ હતી. જેને લઇ મંદિર ભવ્યતા વધુ દ્રષ્ટિગોચર થાય છે. મંદિરમાં બિરાજમાન માતાજી ત્રણ પ્રહર માં ત્રણ સ્વરૂપે દર્શન આપે છે. સવારે માતાજી બાળ સ્વરૂપે, બપોરે યૌવન અને સાંજે પ્રૌઢ સ્વરૂપે દર્શન આપે છે. તો મંદિર ખાતે રોજ માતાજી ના એટલે કે નવ દિવસ માતાજીના નવ સ્વરૂપ ના વાંધા સાથે શણગાર ને લઇ રોજ નવા સ્વરૂપે માતાજી ભક્તોને દર્શન આપી રહ્યા છે. આ નવ દિવસ માતાજી નવ વાન પર બિરાજમાન થતા ભક્તો ને માતાજી ના દિવ્ય સ્વરૂપો ની અવિસ્મરણીય અનુભૂતિ કરાવે છે. અંકલેશ્વર નું મીની અંબાજી તરીકે માં અંબા નું આ ધામ આસ્થા નું કેન્દ્ર બન્યું છે.

