Vaat Ankleshwarni

તાજા સમાચાર

આખરે કડકિયા કોલેજ પાસે દાંડી હેરિટેજ માર્ગ સમારકામ કરવામાં આવ્યું છે.

  • 700 મીટર ના માર્ગ પર અસંખ્ય ખાડા થી વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી.
  • ચોમાસા દરમિયાન કમરતોડ દાંડી માર્ગ રોડ ને લઇ અનેક અકસ્માત સર્જાયા હતા.

અંકલેશ્વર હાંસોટ ને જોડાતા નેશનલ હાઇવે નંબર 228 દાંડી હેરિટેજ માર્ગ કડકિયા કોલેજ થી અંકલેશ્વર નો 700 મીટર ના રોડ અત્યંત બિસ્માર બન્યો હતો. અસંખ્ય ખાડા વચ્ચે હાડકા તોડ રોડ પર છાશવારે અકસ્માત સર્જાય રહ્યા હતા તો રાહદારી ને વાહન પલટી મારવા ના ડર સાથે પસાર કરવું પડી રહ્યું હતું. જે અંગે અહેવાલ પ્રકાશિત થતા તંત્ર જાગ્યું હતું પણ તે પણ ભર વરસાદે લીપાપોતી કરતા જોવા મળ્યા હતા અંતે આ અંગે સ્થાનિક ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ નું ધ્યાન દોરવામાં આવતા તેમના દ્વારા સંબંધિત વિભાગ માં ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા માર્ગ અને પુનઃ નિર્માણ કરવામાં આવ્યો છે. અને 700 મીટર ના માર્ગ નું નવીનીકરણ કરવામાં આવતા અંતે વાહનચાલકો પુરપાટ પસાર થતાં જોવા મળી રહ્યા છે.

error: Content is protected !!
Scroll to Top