Vaat Ankleshwarni

તાજા સમાચાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સમગ્ર રાજ્યમાં “વોટ ચોર – ગાદી છોડ” તેમજ “મારો મત, મારો અધિકાર” સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

  • “વોટ ચોર – ગાદી છોડ” તેમજ “મારો મત, મારો અધિકાર” મુદ્દે અંકલેશ્વર શહેર કોંગ્રેસ નું પ્રદર્શન યોજાયું હતું.
  • સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તા.3 ઓક્ટોબરથી વોર્ડ નંબર 1 અને 2 નંબરના વોર્ડમાંથી આ ઝુંબેશ ની શરૂઆત કરવામાં આવી હતી.અભિયાન અંતર્ગત કોંગ્રેસ કાર્યકરો દ્વારા મતદાતાઓને સંવિધાનિક અધિકાર અંગે માહિતી આપી, સહી કરીને અભિયાનમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર જાની, નાજુ ભાઈ ફડવાલા , પ્રભારી પરિમલસિંહ રાણા, શરીફ કાનુગા, વિનય પટેલ નગીન વસાવા, અબુભાઈ ડૂબે, હનીફ ભરૂચી તેમજ વોર્ડ પ્રમુખ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર “વોટ ચોરી”ના ગંભીર આક્ષેપ લગાવી જનતામાં જાગૃતિ ફેલાવવા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવાનું જણાયું છે.

error: Content is protected !!
Scroll to Top