Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યોના તત્કાલીન મુખ્યમંત્રી  તરીકે 7 ઓક્ટોબર 2011ના રોજ શપથ લીધા હતા. રાજ્યની 24 વર્ષની વિકાસ ગાથા ની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 07 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં મા શારદા ભવન હોલ અંકલેશ્વર ખાતે વિકાસ સપ્તાહ 2025 ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાનીની ઉપસ્થિતિમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રોજગારી મેળવનાર યુવા અને આપનાર ઔદ્યોગિક એકમોને શુભેચ્છા પાઠવતા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાએ જણાવ્યું હતું કે, યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ એ યુવાશક્તિ નો કાર્યક્રમ છે. આવા આયોજનો સાબિત કરે છે કે, રાજય સરકારી અને કેન્દ્ર સરકાર યુવાનોને રોજગાર, કૌશલ્ય દ્વારા આત્મનિર્ભર બનાવવા નવી દિશા આપી રહી છે.  સરકાર સર્વે જન હિતાય, “સર્વજન સુખાય” નેમ ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે. તેમણે સ્કિલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડીયા જેવી અભિયાન દ્વારા લાખો યુવાનોને રોજગારી આપી આત્મનિર્ભર બનાવવા માટે નવી દિશા આપી છે.  રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવી તેમને નવી તકનીકી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતેથી રાજ્ય કક્ષાનો રોજગાર એનાયત પત્રોના વિતરણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત રોજગાર એનાયત પત્ર વિતરણ, આઈ.ટી.આઈ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર, ઉદ્યોગો સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ પુષ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ  કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલ, જિલ્લા રોજગાર અધિકારી એસ.ડી. ગોહિલ, આઈ ટી આઈ પ્રિન્સિપાલ જે.બી. મિસ્ત્રી, વિવિધ મહાનુભાવો, નોકરી દાતાઓ તેમજ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!
Scroll to Top