Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ના તપોભૂમિ રામકુંડ તીર્થ માં રામકુંડ માં માછલાં ના મોત નિપજ્યા છે. અચાનક જ રહસ્યમય રીતે માછલાં ટપોટપ મૃતપ્રાય થયા છે.

  • માછલાં ના મોત પાછળ ઓક્સિજન ઓફ ડિમાન્ડ ઘટવાની શક્યતા સાથે કુંડ પર લીલ નું આવરણ કારણભૂત હોવાની શક્યતા છે. 
  • ધાર્મિક મહત્વ ધરાવતા કુંડ માં બનેલી ઘટના થી આસ્થા નો સવાલ ઉભો થયો છે.
  • હાલ નર્મદા પરિક્રમા પણ શરુ થતા અહીં પરિક્રમા વાસી ઓ માટે સ્નાન નું પણ મહત્વ છે. 

અંકલેશ્વર માં આસ્થા નું કેન્દ્ર એવા રામકુંડ તીર્થ ખાતે આવેલ કુંડ માં અચાનક રહસ્યમય રીતે માછલાં ના મોત ની ઘટના સામે આવી છે. કુંડમાં વહેલી સવાર થી જ મૃતપ્રાય માછલાં કિનારા પર અને કુંડ ના પાણી માં તરતા જોવા મળી રહ્યા છે. માછલાં ના અચાનક મોત પાછળ નું કારણ અકબંધ છે. તજજ્ઞ ના મોત મુજબ જો પાણી માં ઓક્સિજન ની માત્રા ઘટી જાય તો પણ આવી ઘટના બનતી હોય છે. આ વચ્ચે કુંડ માં હાલ લીલ નું આવરણ જોવા મળી રહ્યું છે. જે પણ એક કારણ માનવા માં આવી રહ્યું છે. અત્રે ઉલેખનીય છે કે કુંડ માં બાહ્ય પાણી ક્યાં થી પણ આવતું નથી. ત્યારે કુંડ માં ક્યારેક ગૌશાળા નું જ પાણી આવતું હોય છે. ત્યારે માછલાં ના મોત પાછળ કયું જવાબદાર હોય શકે તે સવાલ ઉઠી રહ્યા છે. હાલ તો લોકોની આસ્થા સાથે જોડાયેલા રામકુંડ માં માછલાં ના મોત થી ભકતો વ્યથિત બન્યા છે. ત્યારે નર્મદા પરિક્રમા પણ શરુ થઇ જતા હવે પરિક્રમાવાસી ઓ નું પણ આગમન થઇ રહ્યું છે. જે કુંડ માં અચૂક સ્નાન કરતા હોય છે. જેને લઇ ચિંતા નો વિષય બન્યો છે. ભકતો દ્વારા તંત્ર દ્વારા કુંડ ની ત્વરિત અસર થી સફાઈ કરાવી લોકો આસ્થા બરકરાર રાખે એ જરૂરી છે. તો આપણી ઐતિહાસિક ધાર્મિક ધરોહર ના જતન પાછળ તંત્ર આગળ આવે એ જરૂરી બનવા પામ્યું છે.

error: Content is protected !!
Scroll to Top