Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ જિલ્લામાં વોટ ચોર ગાદી છોડ અને મારો મત મારો અધિકાર રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અભિયાનની પુર્ણાહુતી કરવામાં આવી હતી.  

ભરૂચ જિલ્લામાં વોટ ચોર ગાદી છોડ અને મારો મત મારો અધિકાર રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અભિયાનની પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ અવસરે શહેરના રેલવે સ્ટેશન નજીક સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સહી અને મિસકોલ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન ભરૂચ શહેરના વિવિધ વોર્ડ તેમજ જિલ્લામાં તાલુકા મથક સ્તરે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભાજપ સરકાર પર “વોટ ચોરી કરીને સત્તા કબજે કરવાના” આક્ષેપો સાથે લોકશાહી બચાવવા અપીલ કરવામાં આવી હતી.તારીખ 3 થી 10 ઓક્ટોબર દરમિયાન ચાલેલા આ અભિયાનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતાઅંતિમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા પ્રજાએ આપેલા સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

error: Content is protected !!
Scroll to Top