શહેરમાં પણ બાળકોને પોલિયો ના બે ટીપા પીવડાવી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો.

12 ઓક્ટોબર ના પોલિયો રવિવાર” પલ્સ પોલિયો ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા 0 થી 5 વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર ,ગ્રામ્ય અને જીઆઇડીસી વિસ્તાર મળી કુલ 249 બુથ ઉભા કર્યા હતા,અને તાલુકા આરોગ્ય અધિકારી અને અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ એક હજાર જેટલા તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું અને .બાળકોને પોલિયો ના બે ટીપા પીવડાવી રક્ષિત કરવામાં આવ્યા હતા.

