
ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ, અંકલેશ્વર-હાંસોટ તાલુકા દ્વારા આ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ સમારોહમાં ડો. ભારતીબહેન કંથારીયા, નિવૃત મામલતદાર ભગુ પરમાર, નાયબ મામલતદાર નરેન્દ્ર પરમાર, ફોરેસ્ટ ઓફિસર દિપીકાબેન પરમાર, નિવૃત્ત આચાર્ય પ્રકાશ પરમાર, માહ્યાવંશી ક્રિકેટ બોર્ડના પ્રમુખ શૈલેષ સોદાગર અને ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચના પ્રમુખ ઉપેન્દ્ર પરમાર સહિતના અગ્રણીઓ અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

