Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર શહેરમાં આડેધડ રોડ બાજુ માં પાર્ક થતા વાહન પર પોલીસની તવાઈ બોલાવી હતી.

  • ટ્રાફિક ને અડચણ રૂપ વાહન ડીટેઈન કરી દંડ ફટકાર્યો હતો.
  • શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ત્રણ રસ્તા સર્કલ થી ચૌટા નાકા સુધી વિશેષ ડ્રાઈવ યોજી દંડનીય કાર્યવાહી કરી હતી.

અંકલેશ્વર શહેર માં એક તરફ રોડ ની કામગીરી શરુ થઇ છે આ વચ્ચે જાહેર માર્ગ પર ટ્રાફિક ને અડચણ રૂપ પાર્ક થતા વાહનો તેમજ લારી-ધારકો સામે પોલીસે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજી કાર્યવાહી શરુ કરી હતી. શહેર ના ઇન્ચાર્જ પીઆઇ સાઠેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડ તેમજ અન્ય પોલીસ ની ટીમ દ્વારા ત્રણ રસ્તા સર્કલ, ઓએનજીસી રોડ.,સ્ટેશન રોડ તેમજ ચૌટા નાકા રોડ સુધી કાર્યવાહી શરુ કરતા વાહન ચાલકો માં ફફડાટ ગયો હતો. પોલીસે બાઈક તેમજ કાર ડિટેઇન કરી હતી તેમજ લારી ધારકો સામે પણ કડકાઈ નો પરચો બતાવ્યો હતો. તેમજ રોડ પર અડચણ રૂપ વાહન ચાલકો અને લારી ધારકો સામે કાર્યવાહી શરુ કરી હતી.

error: Content is protected !!
Scroll to Top