- રોડ પર હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું.
- રોડ માંથી પાણી ના ઝરણ ફૂટતા પાલિકા દ્વારા રીપેરીંગ વર્ક શરૂ કર્યું હતું.
- પાણી જૂની લાઈન ડેમેજ થતાં ભંગાર સર્જાયું હતું.
- નગરપાલિકા દ્વારા પાણી લાઈન રિપેર કરી પુનઃ પાણી પુરવઠો શરુ કરતા લોકો હાશકારો અનુભવ્યો હતો.

અંકલેશ્વર પાલિકા ની મુખ્ય લાઇનમાં જવાહર બાગ પાસે સિનિયર સીટીઝન બાદ પાસે નવીનીકરણ દરમિયાન મુખ્ય લાઈન કોન્ટ્રાક્ટર દ્વારા તોડી પાડવામાં આવી હતી જે હજુ સુધી કાર્યરત થઇ નથી. જેને લઇ છેલ્લા 3 દિવસથી જ્યોતિ ટોકીઝ વિસ્તારમાં પાણી ટેન્કર વડે પહોંચાડવાની પાલિકા ને ફરજ પડી રહી છે. આ વચ્ચે હવે દીવા રોડ પર ગત વર્ષે જ નવ નિર્મિત રોડ નીચે પાણી લાઈન માં ભંગાર સર્જાતા રોડ પર પાણીના જરા ફૂટ્યા હતા. જે અંગે પાલિકા ને જાણ થતાં નવો નકોર રોડ તોડી રીપેરીંગ વર્ક શરુ કરવામાં આવ્યું હતું. જેને લઇ રોડ પર હજારો લીટર પાણી વહી ગયું હતું. પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રીપેર વર્ક કરી અંતે બપોર બાદ સમારકામ પૂર્ણ કરી પુનઃ પાણી પુરવઠો શરૂ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પૂર્વે જ આ રોડ બન્યો હતો. જેમાં લાઈન લીકેજ થતા રોડ તૂટ્યો છે. ત્યારે નવા રોડ પર ચોમાસા દરમિયાન ગાબડાં પડવાની પણ શરૂઆત થઇ છે. જેને લઇ સ્થાનિકો દ્વારા રોડ પર પડેલા ગાબડા પુરવા તેમજ પાણી લાઈન ને લઇ ડેમેજ થયેલ રોડ પર રી કાર્પેટિંગ કરવા પણ રજુઆત કરી હતી.

