Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર હવા મહેલ પાસે જુના એન.એચ. 8 પાસે રોડ મધ્યે ભુવો પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

સિમેન્ટ થી ગાબડુ પુરાવા છતાં હજુ પણ ભુવો યથાવત રહેતા વાહનચાલકો પટકાઈ રહ્યા છે. વાહન પટવા થી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.

જુના નેશનલ હાઇવે નંબર 8 પર સન પ્લાઝા હોટલ પાસે હવા મહેલ વિસ્તારમાં રોડ મધ્ય માં ઊંડો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. જે આ અંગે તંત્ર ને જાણ થતા જ એના પર સિમેન્ટ મિક્ષ નાખી પુરાવામાં આવ્યો છે. છતાં પુનઃ અંદર બાકોરું પાડ્યું છે. તેના પર પસાર થતા વાહન રોડ પર પટકાઈ રહ્યા છે. ખાડામાં પટકાઈ ગયા બાદ વાહન ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. ત્યારે રોડ મધ્ય માં પડેલા આ બાકોરાં એ હાલ વાહન ચાલકો માટે મુસીબત સમાન બન્યો છે. નેશનલ હાઇવે નંબર 48 તેમજ પિરામણ ગામ અને વાલિયા ચોકડી ને જોડાતા મહત્વપૂર્ણ માર્ગ હોવાથી અહીં વાહનો ની અવરજવર વધુ છે. ત્યારે રોડ મધ્યે પડેલા આ ભુવો જીવલેણ સાબિત થાય એ પૂર્વે તંત્ર દ્વારા તેને પુરી માર્ગ દુરુસ્ત કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.

error: Content is protected !!
Scroll to Top