Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર જીઆઇડીસીમાં પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરી

  • રખડતા પશુ ને ડબ્બે પુરાવા ની શરૂઆત કરી હતી.
  • ⁠પોલીસ બંદોબસ્ત સાથે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.
  • ⁠આ સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

અંકલેશ્વર જીઆઇડીસી ના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ ને પગલે નોટીફાઈડ એરિયા ઓથોરીટી સક્રિય થઈ છે. ઓથોરિટી દ્વારા રસ્તે રખડતા ઢોર ને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા પશુઓ નો ત્રાસ વ્યાપક બન્યો છે. તાજેતરમાં આખલા ઓ બાખડતા વાહનોને નુકસાન પહોંચાડવાના અને અકસ્માતના બનાવો નોંધાયા હતા. આ ઘટનાઓ બાદ નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો.આજથી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિક સાથે કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

error: Content is protected !!
Scroll to Top