Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર–સેલવાસ એક્સપ્રેસ રૂટ પર નવીન બસ ને લીલી ઝંડી આપી ને પ્રસ્થાન રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ એ કરાવ્યું હતું.

આદિવાસી સમાજના બાળકો – દીકરી ઓ શાળા-કોલેજમાં સરળતાથી પહોંચી શકે તે માટે વડાપ્રધાનએ બિરસા મુંડા પરિવહનની નવી ભેટ આપી છે તેમ મંત્રી ઈશ્વરસિંહ પટેલ એ જણાવ્યું હતું.

ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપો ને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસા મુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસ ફાળવાતા આજે રવિવારે અંકલેશ્વર ડેપો ખાતે અંકલેશ્વર–સેલવાસ(ગુર્જર નગરી ) એક્સપ્રેસ રૂટ પર નવીન બસ ને ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે લીલી ઝંડી આપી નિયત રૂટ પર રવાના કરી હતી. આ વેળાએ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકાઓને ગત તારીખ 15 મી નવેમ્બર ના રોજ ભગવાન બિરસા મુંડાજી ની 150મી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેડિયાપાડા ખાતેથી બિરસા મુંડા પરિવહન અંતર્ગત 250 જેટલી નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું હતું. જેથી આદિવાસી સમાજના બાળકો – દીકરી ઓ શાળાએ સરળતાથી પહોંચી શકે. સાથે એક્સપ્રેસ રૂટની બસો મુસાફરોની સવારી ને વધુ સલામત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બિરસા મુંડા પરિવહન અંતર્ગત અંકલેશ્વર ડેપો ને ફાળવાયેલી ત્રણ બસોનું સંચાલન અંકલેશ્વર – ધંતુરિયા, અંકલેશ્વર – માલસામોટ અને અંકલેશ્વર – ભમાડિયા રૂટ પર સંચાલન કરવામાં આવી રહ્યું છે. જે ગામડાના વિધાર્થી ઓને શાળા – કોલેજમાં અભ્યાસ અર્થે પહોંચવામાં તથા અન્ય મુસાફરોને તાલુકા મથક સુધી પહોંચવામાં વધુ ઉપયોગી, સલામત અને સગવડયુક્ત બની રહેશે. આ અવસરે અંકલેશ્વર પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ, વિભાગીય યાંત્રિક ઇજનેર  જી. કે. પટેલ, અંકલેશ્વર ડેપો મેનેજર  જે.બી. ગાવિત, ભરૂચ ડેપો મેનેજર  વિશાલ છત્રી વાલા, કર્મચારીઓ અને મુસાફરો જોડાયા હતા.

error: Content is protected !!
Scroll to Top