Vaat Ankleshwarni

તાજા સમાચાર

ઝગડીયા ના કોલીયા પાડા ગામે દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા બાળક ના પરિવારને 10 લાખ રૂપિયા સહાય ચુકવાઈ હતી.

  • રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક સહાય ના રૂપમાં આ રકમ આપવામાં આવી હતી.
  • ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ના હસ્તે દીપડા નો ભોગ બનેલા પરિવારને 10 લાખ ની સહાય નો ચેક અર્પણ કર્યો હતો. 

કોલીયા પાડા ગામે દીપડાના હુમલામાં બાળક નું મૃત્યુ થયું હતું , ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ના હસ્તે દીપડા નો ભોગ બનેલા પરિવારને 10 લાખ ની સહાય નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક સહાય ના રૂપમાં આ રકમ આપવામાં આવી હતી. બનાવની વિગતો અનુસાર થોડા સમય પૂર્વે કોલીયા પાડા ગામે દીપડાના હુમલામાં બાળક નું મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે, બાળક ના પરિવારને સરકાર તરફથી જાહેર કરાયેલી 10 લાખ રૂપિયાની સહાય રકમનો ચેક ધારાસભ્ય રમેશભાઈ વસાવા દ્વારા હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક સહાય ના રૂપમાં આ રકમ આપવામાં આવી છે. ધારાસભ્ય રમેશભાઈ વસાવા એ પરિવારમાં પહોંચીને સાંત્વના પાઠવી હતી  અને સરકાર બાળકોની સુરક્ષા તથા વન્ય પ્રાણી નિયંત્રણ માટે ગંભીરતાથી પગલાં લઈ રહી હોવાનું જણાવ્યું હતું.

error: Content is protected !!
Scroll to Top