Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર કાપોદ્રા પાટિયા પાસે થ્રી વ્હીલર ટેમ્પો ઉકાઈ નહેર માં ખાબક્યો હતો.

  • કેનાલ પાસેથી પસાર થતી વેળા ટેમ્પો ચાલકે કાબુ ગુમાવ્યો હતો.
  • ⁠ટેમ્પો ચાલક નો ચમત્કારિક બચાવ થયો હતો.
  • ⁠સ્થાનિક લોકો ની મદદ થી ટેમ્પો બાંધી ખેંચી ને બહાર કાઢવામાં આવ્યો હતો.

અંકલેશ્વર -વાલિયા રોડ પર કોસમડી ગામ થી જીઆઇડીસી તળાવ તરફ આવતી ઉકાઈ જમણા કાંઠા નહેર માં કાપોદ્રા પાટિયા નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક ટેમ્પો ચાલકે કેનાલ બાજુ માંથી પસાર થતી વેળા અચાનક કાબુ ગુમાવતા ટેમ્પો કેનાલ માં ઉતારી દીધો હતો. જે પલટી મારી ગયો હતો. જો કે ટેમ્પો ચાલક સમયસર બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે સ્થાનિક દોડી આવ્યા હતા અને ટેમ્પા ને દોરડા વડે બાંધી અન્ય વાહન ની મદદ થી ખેંચી ને બહાર કાઢ્યો હતો. ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ કે જાનહાનિ થઇ ના હતી.

error: Content is protected !!
Scroll to Top