- રોંગ સાઈડ પર આવતી મોપેડ ટ્રક સાથે અથડાઈ હતી.
- એક ઈસમનું સ્થળ જ મોત નીપજ્યું જયારે અન્ય ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો.
- બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

અંકલેશ્વર નજીક એન.એચ. 48 પર અંસાર માર્કેટ પાસે ગુરુવારે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આમલાખાડી બ્રિજ બાજુ માં પિરામણ સર્વિસ રોડ પાસે થી રોંગ સાઈડ પરથી આવી રહેલી મોપેડ ટ્રક સાથે અથડાતા મોપેડ સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ અકસ્માતમાં મોપેડ પર સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે લોક ટોળા એકત્ર થઇ ગયા હતા. અને પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે ઈજાગ્રસ્ત ઈસમ પાસે મૃતક ઈસમ કોણ છે તેની વિગતો મેળવવા ની શરૂઆત કરી પ્રાથમિક અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

