પ્રોજેક્ટ હેઠળ શાંતિ યાત્રા વિશે માહિતી આપતા, દરેકને શાંતિ માટે શાંતિ યાત્રા માં જોડાવા અને પોતાનો ફાળો આપવા અપીલ કરાઈ હતી.

‘વોક ફોર પીસ’ કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારી શક્તિનગર અંકલેશ્વર શહેર સેવા કેન્દ્રના પ્રભારી બી.કે. નીમાબહેન દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારી ના લગભગ 150 સહભાગીઓ આ વોકેથોન માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને મિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ શાંતિનો સંદેશ ફેલાવતા શાંતિપૂર્ણ રીતે ચાલ્યા હતા. આ કાર્યક્રમ અંકલેશ્વર ના સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કથી શરૂ થયો હતો જ્યાં ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ અને જ્ઞાન સરોવર ના ડિરેક્ટર બી.કે. પ્રભા દીદીજી એ બી.કે. ભાઈઓ અને બહેનોને બાબા ના મહાવાક્યો નું પઠન કર્યું હતું. શાંતિના સ્પંદનો નું મહત્વ દરેકને સમજાવતા તેમણે કહ્યું કે પ્રદર્શનની સેવા સમયાંતરે કરવામાં આવી છે પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, શાંતિના દાનની ખૂબ જરૂર છે.

આ અંતર્ગત, અમે 2-3 મહિનામાં અલગ અલગ સ્થળોએ સંગઠિત રીતે શાંતિ નું દાન કરવાનો સંકલ્પ કર્યો જેથી વિશ્વમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે. કાર્યક્રમ માં મહેમાન નરેન્દ્રભાઈ, ડાહ્યાભાઈ, રઘુવીર સિંહ મહિડા ઉપસ્થિત રહ્યા હતા.બ્રહ્માકુમારી ના બી.કે. હેતલ બેન ને મહેમાનો અને તમામ ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કર્યો અને મિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ કરી કરી હતી. પ્રોજેક્ટ હેઠળ શાંતિ યાત્રા વિશે માહિતી આપતા, દરેકને શાંતિ માટે શાંતિ યાત્રા માં જોડાવા અને પોતાનો ફાળો આપવા વિનંતી કરવામાં આવી હતી.આ પછી, બધા સહભાગી સામૂહિક રીતે આરોગ્ય, શાંતિ અને સામાજિક જાગૃતિ ને સમર્પિત શાંતિ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. પ્રવાસ પછી, બધા માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપસ્થિત બધા મહેમાનો અને ભાઈઓ અને બહેનો બ્રહ્માકુમારી બહેનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

