- ટ્રેક્ટર સાથે ટ્રોલી પણ જોડાયેલી હતી.
- વહેલી સવારે બનેલી ઘટના બની વાહન
- વ્યવહારને આંશિક અસર થઇ હતી.

અંકલેશ્વર -હાંસોટ રોડ પર આમલાખાડી નજીક શેરડી ભરીને જતા ટ્રેક્ટર-ટ્રોલી અચાનક જ પલટી મારી જવા પામ્યું હતું. ટ્રેકટર સાથે જોઈન્ટ ટ્રેલર અને તેની પાછળ રહેલ ટ્રોલી પલ્ટી મારી રોડ સાઈડ પર પલટી મારી હતી . શેરડી નો જથ્થો રોડ પર તેમજ રોડ સાઈડ માં ફેલાઈ ગયો હતો. ઘટનાને પગલે હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ના હતી.ક્રેન ની મદદ થી ટ્રેક્ટર ને ઉભું કરી પુનઃ શેરડી લોડ કરી તેને સુગર ફેક્ટરી તરફ મોકલવામાં આવ્યું હતું.

