- સુરત તરફ જતા ટ્રેક પર 5 કિલો મીટર કરતા લાંબી વાહનો કતાર જોવા મળી હતી.
- વાલિયા ચોકડી તેમજ વાલિયા અંકલેશ્વર, જુના ને.હા પર પણ ટ્રાફિક ની અસર જોવા મળી રહી છે.
- ટ્રાન્સપોટેશન પર ટ્રાફિક જામ ને લઇ અસર થઇ રહી હોવા સાથે ડીઝલ અને સમય ના વ્યય ને લઇ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે હવે 6 લેન્ડ હોવા છતાં સાંકળો પડી રહ્યો છે. આમલાખાડી બોટલ નેક સમસ્યા યથાવત જોવા મળી રહી છે. આ વચ્ચે 65000 વાહનો અંદાજીક ક્ષમતા સાથે બનેલા માર્ગ પર રોજ ના 1.50 લાખ કરતા વધુ હવે વાહનો પસાર થઇ રહ્યા છે. ટ્રાફીક ભારણ વધવા સાથે હવે 6 માર્ગીય રસ્તાઓ પણ સાંકળા પડી રહ્યા છે. ખાસ કરી ને ઔદ્યોગિક વસાહતો ને લઇ ટ્રાન્સ્પોર્ટેશન વધુ છે. ઔદ્યોગિક વસાહત માં પણ ટ્રાન્સપોર્ટ સમયસર ના મળતા ઉત્પાદન પર પડી રહી છે. તો સૌથી વધુ ફટકો ટ્રાન્સ્પોટેશન ઉદ્યોગ પર પડી રહ્યો છે. સમય ના વ્યય સાથે ડીઝલ નો વ્યય વારંવાર ની ટ્રાફિક સમસ્યા ને લઇ વધ્યો છે. આ વચ્ચે ભાડા નિયત જ હોય છે. સમય ના બગાડ સાથે માલ મંગાવનાર સાથે પણ અણબનાવ બની રહ્યા છે.ટ્રાફિક જામ ને લઇ આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું હોવાનું ટ્રાન્સપોર્ટરો જણાવી રહ્યા છે. ગુરુવાર ના રોજ પુનઃ સર્જાયેલા સુરત જતા માર્ગ પર ટ્રાફિક જામ ને 5 કિ મી કરતા વધુ લાંબી વાહનો કતાર જોવા મળી રહી હતી. આમલાખાડી થી રાજપીપળા ચોકડી સહયોગ હોટલ સુધી સજ્જડ જામ તો બીજી તરફ નવજીવન હોટલ થી આમલાખાડી તરફ હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

