માંડવા ટોલ પ્લાઝા નજીક ટ્રક માં ભીષણ આગ થી દોડધામ મચી જવા પામી હતી.
ડ્રાઈવર નો આબાદ બચાવ થયો હતો.
માંડવા ટોલ પ્લાઝા નજીક વાહનો માં આગ લાગવા નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ એન.એચ. 48 પર માંડવા ટોલ પ્લાઝા પાસે આજે સવારે એક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, ટ્રક ચાલકે સમયસર વાહન માંથી ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ચાલતી ટ્રકમાંથી ધુમાડો નીકળ્યો જોઈને ચાલકે તાત્કાલિક વાહન સાઈડમાં ઊભું રાખી દીધું હતું અને નીચે ઉતરી ગયો હતો. આ સમયસૂચકતા ને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાયટરોએ આગને સંપૂર્ણપણે નિયંત્રિત કરી લીધી હતી, જોકે ટ્રકને ભારે નુકસાન થયું હતું. આ ઘટનાને પગલે એન.એચ. 48 પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિક ને નિયંત્રિત કરીને ધીમે ધીમે વાહન વ્યવહાર ફરી શરૂ કર્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહત અનુભવી હતી.

