Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ મા આઇકોનિક રોડ પર ગેરકાયદે પાર્કિંગ સામે પોલીસની કડક કાર્યવાહી

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો

ભરૂચ એ ડિવિઝન વિસ્તારમાં આવેલા ભૃગુઋષિ બ્રિજથી કલેક્ટર કચેરી થઈ શક્તિનાથ રોડ સુધીનો મુખ્ય માર્ગ રૂપિયા 80 લાખના ખર્ચે આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો છે. શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત રાખવાના હેતુથી બનાવાયેલા આ માર્ગ પર ગેરકાયદે પાર્કિંગ કરનારા ફોરવીલર વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.મુખ્ય માર્ગ પર અવરોધરૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનોને ઓળખી ટ્રાફિક પોલીસે ઓનલાઈન મેમો જનરેટ કરીને દંડ વસૂલ્યો હતો.પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે..

error: Content is protected !!
Scroll to Top