Vaat Ankleshwarni

તાજા સમાચાર

ઑપરેશન સિંદૂર : આતંકી અડ્ડા પર એરસ્ટ્રાઈક, 9 આતંકી અડ્ડા ધ્વંશ, 30 આંતકીઓનો થયો ખાતમો

ભારતનું ‘ઑપરેશન સિંદૂર’ રાત્રે 2 વાગ્યે શરૂ થયું છે. ભારતની પાકિસ્તાનમાં આતંકી અડ્ડા પર એરસ્ટ્રાઈકના પરિણામે 9 આતંકી અડ્ડા ધ્વંશ કરી દેવામાં આવ્યાં છે. જેમાં 30 આંતકીઓનો ખાતમો થયો છે.

ભારતનું ‘ઑપરેશન સિંદૂર’ રાત્રે 2 વાગ્યે શરૂ થયું છે. ભારતની પાકિસ્તાનમાં આતંકી અડ્ડા પર એરસ્ટ્રાઈકના પરિણામે 9 આતંકી અડ્ડા ધ્વંશ કરી દેવામાં આવ્યાં છે. જેમાં 30 આંતકીઓનો ખાતમો થયો છે. પહલગામના બદલાને લેતા  સિંદૂર હેઠળ ભારતની ત્રણેય સેનાઓનું સંયુક્ત ઑપરેશન શરૂ થયું છે.

પાકિસ્તાનમાં 4 અને PoKમાં 5 આતંકી અડ્ડા પર હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના બહાવલપુરમાં 30 આતંકીઓનો ખાત્મો થયો છે. લશ્કર-એ-તૈયબાના હેડ ક્વાર્ટર પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યોછે. ભારતીય સૂત્રના જણાવ્યા અનુસાર આતંકીઓના અડ્ડાઓને નિશાન બનાવાયા છે.  

પાકિસ્તાની સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાને 8નાં મોતનું પુષ્ટી કરી છે. ભારતે ભારતે એર ડિફેન્સ યુનિટ સક્રિય કર્યા છે. તો   કુપવાડામાં LOC પર પાકિસ્તાની સેનાનગોળીબાર કર્યો  છે.

હુમલાની ભારતે અમેરિકાને આપી જાણકારી આપી છે. શ્રીનગર એયરપોર્ટ નાગરિકો માટે બંધ કરી દેવાયું છે. પાકિસ્તાનના લાહોરમાં ઈમરજંસી લાગૂ કરાઇ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈમરજંસી જાહેર કરાઇ છે. NSA અજિત ડોભાલે USના NSA સાથે  વાતચીત કરે છે. અમેરિકાએ જણાવ્યું છે કે, અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.

error: Content is protected !!
Scroll to Top