Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે ઉમલ્લામાં થયેલ ધાડના ગુનામાં 18 વર્ષથી ફરાર રીઢા ગુનેગારની મધ્યપ્રદેશમાંથી કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે વર્ક આઉટ હાથ ધરી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમ્યાન વર્ષ  ૨૦૦૭ માં

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે વર્ક આઉટ હાથ ધરી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમ્યાન વર્ષ  ૨૦૦૭ માં ઉમલ્લા બજારમાં મોડી સાંજના સમયે ફરીયાદી વિમલભાઈ સોની પોતાની દુકાન બંધ કરી હીસાબ લઇ નોકર સાથે ઘરે જતા હતા તે સમયે આઠથી દસ જેટલા અજાણ્યા આરોપીઓ આવેલ અને ફરીયાદી પાસેનો થેલો આંચકી લેવા પ્રયત્ન કરતા ફરીયાદીએ પ્રતિકાર કરેલ જેથી ફરીયાદીને લોખંડના હથીયારથી માર મારી ઇજા કરેલ અને આ સમયે ગામ લોકો આવી જતા આરોપીઓ તમંચા જેવુ હથીયાર બતાવી ભરી બજારમાં ભયનું વાતાવરણ ઉભું કરી, ધાડ કરી નાસી ગયેલ હતો. 

આ ગુનાનો આરોપી કમલ જીતરા ડામોર છેલ્લા ૧૮ વર્ષથી પોલીસ ધરપકડથી દુર છે અને હાલ તે જામ્બુવા (મધ્યપ્રદેશ) ખાતે જોવામાં આવેલ છે અને આ આરોપીનુ નામદાર કોર્ટ દ્વારા ક્રીમીનલ પ્રોસિજર કોડની સલંગ્ન કલમ મુજબ ધરપકડ વોરન્ટ પણ ઇસ્યુ કરેલ છે. જેથી એલ.સી.બી.ટીમને તાત્કાલિક જામ્બુવા (મધ્યપ્રદેશ) ખાતે આરોપીની તપાસ અર્થે મોકલી આપવામાં આવી હતી અને ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપી કમલેશ ઉર્ફે કમલ જીતરાભાઈ ડામોરને જામ્બુવા નજીક પીટોલ ગામ ચોકડી નજીકથી ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!
Scroll to Top