અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એમ ચોરીના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે

અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એમ ચોરીના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં એક જ રાતમાં બાઇક ચોરીની ત્રણ ઘટના બની હતી. મોડી રાત્રિના સમયે અજાણ્યા ઈસમો સોસાયટીમાં પાર્ક કરેલ એક જ કંપનીની ત્રણ બાઈકની ચોરી કરી સોસાયટીમાંથી પલાયન થઈ ગયા હતા.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં અજાણ્યા ઈસમો બાઇકને લઈ જતા નજરે પડી રહ્યા છે.સવારે રહીશોએ જ્યારે બાઈક શોધતા તેઓને આ અંગેની જાણ થઈ હતી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. જીઆઇડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર બાઈક ચોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.