Vaat Ankleshwarni

તાજા સમાચાર

જુઓ અંકલેશ્વર માં થંડર સ્ટ્રોમ ઇફેક્ટ ના દ્રશ્યો

અંકલેશ્વર માં થંડર સ્ટ્રોમ ઇફેક્ટ ના દ્રશ્યો બીજા દિવસે સામે આવ્યા હતા જેમાં 15 થી વધુ ધરો ના છાપરા ઉડ્યા હતા. વિવિધ સ્થળે 60 થી વધુ ઝાડ ધરાશાયી થઇ ગયા હતા. 15 જેટલા વીજ થાંભલા તૂટી પાડવા સાથે એક વીજ ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર ને પણ નુક્શન હતા. બે કાર તેમજ 7 થી વધુ ટુવ્હીલર પર ઝાડ નીચે દબાયા હતા. 3 સ્થળે સાઈનબોર્ડ તૂટી પડવાની ઘટના આવી છે. અંકલેશ્વર-હાંસોટ પંથકમાં મીની વાવાઝોડા ના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

અંકલેશ્વર પંથક માં અચાનક વાતાવરણમાં પલટો આવતા થંડર સ્ટોર્મ વાવાઝોડું ફૂંકાયું હતું. ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખાનાખરાબી સર્જાય હતી. ભારે પવનના કારણે મકાનના પતરા, દુકાનોના બોર્ડ ઉડ્યા હતા. ભારે પવન ઝાડ ને ઉખેડીને ફેંકી દીધા હતા તો કેટલાક ઠેકાણે ઝાડ પડતા વાહનો દબાઈ જતા વાહન માલિકો ને નુકશાન થવા પામ્યું હતું. તેમજ વીજપુરવઠો ખોરવાતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા ભારે પવન અને વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. અંકલેશ્વર શહેર માં તલાવિયા વાડ, વાધેલા વાડ પતરા ઉડી ગયા હતા. અનેક દુકાન ના બોર્ડ ઉડ્યા હતા. અંકલેશ્વર હાંસોટ રોડ સહિત અને વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટના બની હતી. જેને લઇ અંકલેશ્વર- હાંસોટ રોડ, અંકલેશ્વર વાલિયા રોડ તેમજ અંકલેશ્વર ભરૂચ રોડ પર 30 થી વધુ વૃક્ષો ધરાશાયી થતા માર્ગ વ્યવહાર ખોરવાયો હતો. જેના પગલે અંકલેશ્વર -હાંસોટ થી સુરત ને જોડતો સ્ટેટ હાઇવે થોડા સમય માટે બંધ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી આ માર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.તો કેટલીક જગ્યાએ ઝાડ પડતા વાહનો દબાઈ ગયા હતા જેના કારણે વાહન માલિકો નુકશાન થવા પામ્યું હતું. તો બીજી તરફ ભારે પવન ના પગલે વીજળી પણ વેરણ બની હતી. મોડી રાત સુધી વીજળી ડુલ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. 15 જેટલા વીજ પોલ તૂટી પડ્યા હતા અને એક વીજ ટ્રાન્સફોર્મર પણ ક્ષતિગ્રસ્ત બન્યું હતું. જો કે અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયો હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વીજ વિભાગ યુદ્ધ ના ધોરણે સમારકામ શરુ કરી વહેલી તકે વીજ પુરવઠો પુન શરુ કરવાની કવાયત શરુ કરી છે. અંકલેશ્વર વન વિભાગ દ્વારા મુખ્ય 3 માર્ગ પર થી 30 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા બાદ યુદ્ધ ના ધોરણે હટાવ્યા હતા. તો અંકલેશ્વર પાલિકા દ્વારા 24 સ્થળે થી વૃક્ષો પડી જતા હટાવ્યા હતા. જીઆઇડીસી ખાતે પણ 20 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. તો 5 જીઆઇડીસી થી વધુ વીજ થાંભલા તૂટી પડવાની ઘટના સામે આવી હતી.

error: Content is protected !!
Scroll to Top