મોકડ્રિલ માં ફાયર,ઇમર્જન્સી ,જાનહાની ,બચાવકાર્ય ,ઇંરજન્સી તબીબી સેવા અને સારવાર નું લાઈવ નિર્દેશન કરાયું
મોકડ્રિલ માં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ની વ્યવસ્થા કરવામાં આવી.






પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ની સ્થિતિ સર્જાતા પાકિસ્તાન દ્વારા હવાઈ હુમલો કર્યો હતો. અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ પર પાકિસ્તાની એર સ્ટ્રાઇક થતા મિસાઈલ ત્રાટક્યા બાદ થયેલ હતાહત ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા હતા. ફાયર ટીમ સ્થળ પર દોડી આવી સ્થિતિ કાબૂ માં મેળવી હતી. અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ ખાતે સિવિલ સુરક્ષાની તૈયારીના ભાગરૂપે એર સ્ટ્રાઇક મોકડ્રિલ યોજાયું હતું.
પહેલગામ હુમલા બાદ ભારત ની આંતકવાદીઓને અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી હતી જેમાં 100 થી વધુ આતંકવાદીઓના મોત થયા હતા જેના જવાબ હુમલામાં પાકિસ્તાન એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં પાકિસ્તાન હવાઈ હુમલા માં અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ ખાતે મિસાઈલ પડી હતી જે બાદ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. જે અંગે જાણ થતા જ અંકલેશ્વર ફાયર ટીમ તેમજ ઓએનજીસી ફાયર ટીમ સ્થળ પર દોડી આવ્યો હતો. તેમજ આરોગ્ય વિભાગ ની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. અને ત્વરિત અસર થી વર્કશોપ ખાતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઇમર્જન્સી હોસ્પિટલ પણ ઉભી કરાઈ હતી. સમગ્ર સ્થિતિ નિયંત્રણ માં આવતા જ તંત્ર દ્વારા આખરે સમગ્ર ઘટના મોકડ્રિલ હોવાનું જાહેર કર્યું હતું.
અંકલેશ્વર ઓએનજીસી ખાતે સિવિલ સુરક્ષાની તૈયારીના ભાગરૂપે ડિફેન્સ મોકડ્રીલ યોજાયું હતું સાયરન વાગતા ની સાથે મોકડ્રિલ ની શરૂઆત કરવામાં આવી હતી . મોકડ્રિલ માં ફાયર, ઈમરજન્સી ,જાનહાની ,બચાવકાર્ય,ઇમરજન્સી તબીબી સેવા અને સારવાર નું લાઈવ નિર્દેશન કરાયું હતું સાથે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. સિવિલ ડિફેન્સ કેવી રીતે વધારી શકાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું, સાયરન દ્વારા લોકોને જોખમ વિશે ચેતવણી આપવા અને સમયસર સલામત સ્થળે ખસી જવા માટે અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ ખાતે અંકલેશ્વર ના પ્રાંત અધિકારી ભવદિપ સિંહ જાડેજા ,ડીવાયએસપી ડૉ.કુશલ ઓઝા ની અધ્યક્ષતા માં યોજાયેલ મોકડ્રિલ માં ઓએનજીસી ના એસેટ મેનેજર જે.એન સુખાનંદન, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત,જિલ્લા આરોગ્ય અધિકારી જે. એસ.દુલેરા,ઓએનજીસી ફાયર વિભાગ ના અધિકારીઓ અને પોલીસ મથક ના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મોકડ્રિલ માં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી જેમાં તબીબ સહીત નો મેડિકલ સ્ટાફ અને દવા સહીત એમ્બ્યુલન્સ નું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ફાયર બ્રિગેડ સાથે ફાયર જવાનો અને પોલીસ કાફલો જોડાયો હતો. બપોરે ચાર વાગ્યા ના ટકોરે સાયરન વાગતા ની સાથે મોકડ્રિલ નો પ્રારંભ થયો હતો જેમાં જાનહાની બચાવકાર્ય ,ફાયર.ઇમર્જન્સી તબીબી સેવા અને હોસ્પિટલ માં સારવાર નું લાઈવ નિર્દેશ કરવામાં આવ્યું હતું.
આ ઘટના એક સમયે એક પોલીસ કર્મી એક ઈજાગ્રસ્ત ને લઇ જતી વેળા પડતા પડતા બચ્યો હતો. તો ઈજાગ્રસ્ત ને ખસેડતી વેળા એબ્યુલસ નો દરવાજો પણ સમયસર ખુલ્યો ના હતો.આ મોકડ્રિલ દ્વારા નાગરિકો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી ,નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહીત અંકલેશ્વર પોલીસ મથકના પોલીસ અધિકારી,આરોગ્ય વિભાગ ના તબીબો અને ઓએનજીસી ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે ઓએનજીસી વર્કશોપ ખાતે યોજાયેલ મોકડ્રિલ માં ભાજપના હોદ્દેદારો અને ઓએનજીસી કર્મચારીઓની સંખ્યા બમણી જોવા મળી હતી જયારે પોલીસ અને અધિકારીઓ ને કાફલો વધુ હતો. ત્યારે આમ આદમી જૂજ સંખ્યા હતી. આ મોકડ્રિલ દરમિયાન અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે 5 વાગ્યા ના અડસમાં માં સાઇરન વાગ્યું હતું તો એ પૂર્વે એક ફાયર ટેન્ડર અને એક એબ્યુલસ પસાર થયું હતું. જ્યાં પોલીસ કાફલો ત્રણ રસ્તા ખાતે એલર્ટ ઉભો રહ્યો હતો. જો કે આમ જનતા ને સામાન્ય દિવસ એમ રસ્તા પર પસાર થયા હતા. ત્યારે વહીવટી એલર્ટ નેશ જોવા મળી હતી પણ જનતા માં આ બાબતે અજાણ હોય તેવું પ્રતીત થયું હતું.