Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષા ના ભાગરૂપે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમ્યાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા

અંકલેશ્વરમાં સિવિલ સુરક્ષાના ભાગરૂપે બ્લેકઆઉટ કરવામાં આવ્યું

સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમ્યાન લોકોએ લાઇટ બંધ કરી

સિવિલ સુરક્ષાના ભાગરૂપે આજરોજ ભરૂચ અને અંકલેશ્વર ONGC ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બ્લેક આઉટની પ્રક્રિયા યોજાઈ હતી જેમાં સાંજે 7:30 કલાકે સાયરન વગાડી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર પંથકની વીજળી બંધ કરવામાં આવી હતી.આ બ્લેક આઉટમાં લોકોએ સ્વયંભૂ રીતે જોડાઇ અંધારપટ કર્યો હતો. હુમલા સહિતના બનાવો વખતે આ પ્રક્રિયા કરવાની હોય છે જેના રિહર્સલના ભાગરૂપે ગૃહ મંત્રાલયના આદેશથી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન દુકાનો અને મકાનોની લાઈટ બંધ રાખવામાં આવી હતી.

error: Content is protected !!
Scroll to Top