•રાસાયણિક પાણી ઠલવાતા અમરાવતી માં અસંખ્ય માછલાં ના મોત નિપજ્યા
- જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી નમૂના લીધા

ઘટના સ્થળ તપાસ દ્વારા બેજવાબદાર એ.આઈ.એ આપી સ્પષ્ટ ચીમકી – વરસાદી પાણીમાં કેમિકલ મળશે તો કડક હાથે કામ લેવામાં આવશે. તો વરસાદી કાંસમાં ઉદ્યોગોનું પાણી ન મળે તે માટે જરૂરી પગલાં ભરવા સૂચના અપાઈ હતી. જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી નમૂના લીધા હતા. નોટીફાઈડ ને પણ જીપીસીબી ની સ્પષ્ટ હિદાયત આપી હતી. રોહિત પ્રજાપતિ તેમજ પ્રકૃતિ સુરક્ષા મંડળ ટીમ સ્થળ તપાસ કરી જીપીસીબી માં ફરિયાદ કરી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં વરસાદી પાણી સાથે એફ્લુઅન્ટ વહી જતા ફરી એક વખત અમરાવતી ખાડી પ્રદૂષિત થઈ છે.માછલી ના મૃત્યુ ની ઘટનાઓ નુ પુનરાવર્તન થતા પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો હતો. માત્ર તપાસ અને નોટિસ નહિ પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગઈ રોજ તેમજ આજ રોજ સવારે પડેલા વરસાદના કારણે ઔદ્યોગિક પ્રદૂષિત કલર યુક્ત અને દુર્ગંધ વાળું પાણી, વરસાદી પાણી સાથે સી પમ્પિંગ પાસે ભેગું થઈ વરસાદી ગટરમાં થઈ અમરાવતી ખાડીમાં ગયું છે. આ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં જવાના કારણે અસંખ્ય માછલીઓના મરણ થયા છે આ બાબતની મૌખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર અને ગાંધીનગર ને કરવામાં આવી છે વડોદરા થી પર્યાવરણ સુરક્ષા સમિતિ ના રોહિત પ્રજાપતિ પણ આ બાબતની નોંધ લઈ સ્થળ પર આવ્યા છે. પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ફરિયાદ ના અનુસંધાને અમરાવતી ખાડીને સ્થળ મુલાકાત વખતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઓફિસર વિજયભાઈ રાખોડિયા. સરકારની પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ અંકલેશ્વર ઉદ્યોગિક વસાહતના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના પ્રમુખ હિંમત સેલડિયા તેમજ પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સભ્યો ટીમ એ સ્થળ તપાસ કરી હતી. જેમાં પ્રદૂષિત પાણી લાલ કલર અને સખ્ત દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું હતું. જીપીસીબી દ્વારા અમરાવતી ખાડી પાણી ન અને મૃત્યુ પામેલ માછલી ઓના સેમ્પલ નું લેવામાં આવ્યા હતા. અને તપાસ શરુ કરી હતી પાણી કઈ દિશા માં થી આવી રહ્યું હતું તે અંગે સ્થળ તપાસ કરતા ખાડી માંથી જીઆઇડીસી ની સી પમ્પીંગ સ્ટેશન નજીક કેનાલ ના વાલ્વ ખોલી બારોબાર પાણી ખાદી માં જતું જોવા મળ્યું હતું. તો સી.પમ્પીંગ સ્ટેશન અને આજુબાજુ માં કેનાલ તેમજ રોડ પણ પણ રાસાયણિક પાણી વહેતા નજરે પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ ખાડી માં અનેક વખત માછલી ના મરણ ની ઘટનાઓ બની હતી. તપાસ થઈ હતી અને નોટિસ પણ અપાઈ હતી. દંડ પણ વસુલ કરવામાં આવેલ હતો.જેથી પર્યાવરણ પ્રેમીઓ અને કુદરત પણ આ તપાસ, નોટિસ અને મિટીંગો થી થાક્યા છે. કોર્ટમાંથી હુકમ મળ્યા પછી પણ નહીં થઈ રહેલા અમલવારી થી નિરાશ થઇ ને આક્રોશ વ્યક્ત કર્યો હતો.