સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક સંસદના એનેક્સી બિલ્ડિંગમાં થઈ રહી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ પણ હાજર છે. આ દરમિયાન, વિપક્ષી નેતાઓને જવાબી કાર્યવાહી અને ભવિષ્યની તૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે.
Operation Sindoor: ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ માત્ર 25 મિનિટમાં સચોટ હુમલો કરીને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સંગઠનોના મુખ્યાલય સહિત નવ આતંકવાદી તાલીમ શિબિરોને નષ્ટ કરી દીધી. હુમલા બાદ સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જે સંસદ ભવનમાં ચાલી રહી છે. તેની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરી રહ્યા છે.
સિંદૂર પછીની જવાબી કાર્યવાહી અને ભવિષ્યની તૈયારીઓ વિશે માહિતી આપી રહી છે.
કોંગ્રેસે અટકાવી દીધા બધા કાર્યક્રમો
કોંગ્રેસે આતંકવાદ સામે સરકારને સંપૂર્ણ સમર્થન અને સેના સાથે એકતા દર્શાવતા ‘બંધારણ બચાવો રેલીઓ’ સહિત પાર્ટીના તમામ કાર્યક્રમો અટકાવી દીધા દીધા છે.
વડાપ્રધાન મોદીએ મુલતવી રાખી ત્રણ દેશોની મુલાકાત
સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીએ ત્રણ દેશોની તેમની મુલાકાત રદ કરી દીધી છે. વડાપ્રધાન મોદી 13 થી 17 મે દરમિયાન નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડની યાત્રા પર જવાના હતા.
બેઠકમાં પીએમ મોદીના સામેલ થવાની માંગ
કોંગ્રેસના નેતા જયરામ રમેશે સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીના સામેલ થવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે અમે 24 એપ્રિલે વડાપ્રધાનને પણ બેઠકમાં હાજર રહેવા કહ્યું હતું, પરંતુ તેઓ આવ્યા નહીં. ઓછામાં ઓછું આ વખતે તો તેમણે આવવું જોઈએ. તેમણે કહ્યું કે ભારતની રાષ્ટ્રીય નીતિ પાકિસ્તાન અને પીઓકેમાંથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે સ્પષ્ટ અને મજબૂત છે. તેમણે કહ્યું કે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ બેઠકમાં સામેલ થયા છે.
ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે સેના
ઓપરેશન સિંદૂર પછી, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેનાની ગતિવિધિઓ અંગે સ્થાનિક દળો સાથે સતત સંપર્કમાં છે. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં આતંકવાદી લોન્ચ પેડ્સ પર સચોટ હુમલાઓ બાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘન પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સંરક્ષણ અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા કોઈપણ સંભવિત દુ:સાહસ માટે સેના અને સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે.
ઓપરેશન સિંદૂરથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન
ઉલ્લેખનીય છે કે 6-7 મે ની રાત્રે 1:05 થી 1:30 વાગ્યા સુધીમાં સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. 25 મિનિટ ચાલેલા આ ઓપરેશનમાં 24 મિસાઇલોનો ઉપયોગ કરીને નવ આતંકવાદી કેમ્પોને નષ્ટ કરી દેવામાં આવ્યા. આ નવ સ્થળોમાંથી પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હતા, જ્યારે ચાર પાકિસ્તાનમાં હતા. આ ઠેકાણાઓમાં આતંકવાદીઓની ભરતી કરવામાં આવતી હતી. તેમને તાલીમ આપવામાં આવી હતી. એટલું જ નહીં, ભારતીય સેનાની આ કાર્યવાહીમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના દસ સભ્યોના મોત થયા.