- નેત્રંગ તાલુકા માં પણ મોકડ્રિલ અને બ્લેક આઉટનુ આયોજન
- તાલુકા ના વિવિધ ગામોમાં પણ આનો અમલ કરવામાં આવ્યો





દેશ ની સુરક્ષા અને નાગરિકોની રક્ષા માટે સમગ્ર દેશમાં બુધવારે મોકડ્રિલ યોજાયું હતું. ત્યારે ભરૂચ જિલ્લા ના નેત્રંગ તાલુકા માં પણ મોકડ્રિલ અને બ્લેક આઉટનું આયોજન થયું હતું. જેમાં નેત્રંગ નગર સહિત તાલુકા ના વિવિધ ગામોમાં પણ આનો અમલ કરવામાં આવ્યો હતો. જોકે આ અમલ સંપૂર્ણ રીતે સફળ રહ્યો હતો,
નેત્રંગ તાલુકા ના મામલતદાર રિતેશ બી કોકની સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી મલેક સોહેલ અને પી આઈ આર સી વસાવા નાઓ ની સુચના અનુસાર બુધવારે બપોરે 4 કલાકે જુદા જુદા વિસ્તારોમાં સાયરન વગાડી એલર્ટ કરાયા હતા. જ્યારે 7.30 થી 8 દરમિયાન રખાયેલ બ્લેકઆઉટનો પણ ચુસ્ત અમલ કરાયો હતો. બજારો, મુખ્ય માર્ગો સૂમસામ જોવા મળ્યા હતા. સુરક્ષાને અનુરૂપ નાગરિકો પોતાનું સ્વ રક્ષણ કઇ રીતે કરી શકે તે અંગેનું માર્ગદર્શન પણ અપાયું હતું.
મિતેશ આહીર – નેત્રંગ