- ચા ની કીટલી સંચાલક ની દીકરી લાવી એ વન ગ્રેડ
- 97.62 પી.આર સાથે તક્ષશિલા સ્કૂલ માં પ્રથમ આવી જયેશ્રી રાજપુરોહિત

અંકલેશ્વર જીઆઇડીસી માં રહેતા દિનેશભાઈ રાજપુરોહિત ઋષિ કોમ્પલેક્ષ ખાતે ચા ની કીટલી ચલાવી રહ્યા છે. અને તેઓ ચાહ વેચી ને ચાર જેટલી દીકરીઓ અભ્યાસ કરાવી રહ્યા છે. તાજેતર માં જ જાહેર થયેલ ધોરણ 12 ની પરીક્ષામાં મોટી દીકરી પણ એ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઇ છે. અને હવે નાની બહેન જયશ્રી એવન ગ્રેડમાં 97.62 પી.આર સાથે પાસ થઈ છે.




અન્ય બે બેન તૃપ્તિ જે નવમા ધોરણમાં પાસ થઈ છે સૌથી નાની વીરુ ચોથા ધોરણમાં પાસ થઈ છે. જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય માં પ્રથમ ક્રમ મેળવનાર જયેશ્રી રાજપુરોહિત દેશની સેવા કરવાની મહેચ્છા ધરાવે છે. તેની માતા કવિતાબેન ઘરનું કામ કરે છે પિતા સવારે 4:00 વાગે ઉઠી ચા ની કેટલી ચલાવી ખૂબ મહેનત કરી પોતાના દીકરીનો ભરણપોષણ કરી રહ્યા છે. દીકરી પાસ થતા જ માતા એ જણાવ્યું હતું કે તમામ દીકરી ઓ દેશની સેવા માટે આગળ વધે એવું હું ઈચ્છું છું એસએસસી બોર્ડ માં પાસ થનાર જયશ્રી પણ દેશની સેવા માટે આગળ વધવાનું સપનું જોઈ રહી છે