
- રાજપારડી નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઇજા
ઝઘડિયાના રાજપારડી નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિઓને ઈજા પહોચી હતી રિક્ષા અને ટ્રક ઝઘડિયાથી રાજપારડી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રાજપારડી ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ નજીક બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો રિક્ષામાં સવાર ત્રણ પેસેન્જરોને ઈજા પહોંચતા તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી અવિધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા પરંતુ વધુ ઈજા જોવાના કારણે અંકલેશ્વર ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
ઈરફાન ખત્રી: ઝઘડિયા