
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની મધ્યસ્થીથી લાંબી રાતની વાતચીત પછી, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા છે. સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ બંને દેશોને અભિનંદન.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે મેં પાકિસ્તાન અને ભારતના વડાપ્રધાન, ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર, પાકિસ્તાની આર્મી ચીફ અને બંને દેશોના સુરક્ષા સલાહકારો સાથે વાત કરી છે. મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ અને તટસ્થ સ્થળે વાટાઘાટો કરવા માટે સહમત થઈ છે.
પાકિસ્તાની સેનાએ આજે સવારે દાવો કર્યો હતો કે ભારતે શોરકોટમાં રફીકી એરબેઝ, ચકવાલમાં મુરીદ એરબેઝ અને રાવલપિંડીમાં ચકલાલા કેન્ટ પર મોટા હુમલા કર્યા છે. જવાબમાં, તેઓએ ભારતમાં 10 સ્થળોએ હુમલો કરવાનો દાવો કર્યો.
આમાં પંજાબમાં બ્રહ્મોસ મિસાઇલ સ્ટોરેજ સુવિધા, ઉરી સપ્લાય ડેપો, રાજસ્થાનમાં સુરતગઢ એરફિલ્ડ, આદમપુરમાં S-400 સિસ્ટમ, દેહરંગ્યારી અને પઠાણકોટ એરફિલ્ડમાં આર્ટિલરી પોઝિશનનો સમાવેશ થાય છે.
