
ભરૂચમાંથી દર વર્ષે સરેરાશ 1500થી વધુ યાત્રિકો અમરનાથ અને ચારધામ યાત્રાએ જાય છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રવાસો સ્થગિત કરવામાં આવ્યા છે. આતંકી હુમલા બાદ ભારત સરકાર આતંકવાદીઓના ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી રહી છે.
ટ્રાવેલ્સ સંચાલક જીગ્નેશ ભ્રમભટ્ટે જણાવ્યું કે દેશહિત માટે તેઓ તેમના વ્યવસાયનું બલિદાન આપવા તૈયાર છે. તેમણે સરકારના આતંકવાદ વિરોધી પગલાંને આવકાર્યા છે. યાત્રાઓ રદ થવાથી ટ્રાવેલ્સ સંચાલકોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
આ પરિસ્થિતિમાં યાત્રાળુઓમાં નિરાશા જોવા મળી રહી છે. જોકે, રાષ્ટ્રીય સુરક્ષા માટે લોકોમાં એકજુટતાનો સંદેશ પણ સ્પષ્ટ થયો છે. વેકેશન સમયગાળામાં પ્રવાસો રદ થવાથી ટ્રાવેલ્સ સંચાલકોને આર્થિક ફટકો પડશે.