Vaat Ankleshwarni

તાજા સમાચાર

વાપી નવિનગરી રિંગ રોડ પર કાદવના કારણે ફિસલનભર્યા રસ્તા પરથી અકસ્માત,

  • એક જ જગ્યા પર 10થી વધુ બાઈક ચાલકો પટકાયા
  • ઘટના CCTVમાં કેદ

વાપીના નવિનગરી રિંગ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે ભારે વરસાદને કારણે રોડ પર ભારે કાદવ જામ થયો છે. જેના કારણે રસ્તો ખુબજ ફિસલનભરો બની ગયો છે અને બાઈક ચાલકો માટે જોખમ ઉભું થયું છે. આ ફિસલનને કારણે એક જ જગ્યાએ 10થી વધુ બાઈકસવાર ફસળી પડ્યા છે.

આ સમગ્ર ઘટના ત્યાંના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેવી રીતે વાહનચાલકો સંતુલન ગુમાવીને રોડ પર પટકાઈ રહ્યા છે. સ્થાનિક નાગરિકો અનુસાર એક કાર પણ કાદવમાં ફસાઈ ગઈ હતી.

હાદસાના પગલે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક રસ્તાની સફાઈ કરી ફિસલન દૂર કરવાની અને આગળ વધુ કોઈ મોટી દુર્ઘટના ના થાય તે માટે તંત્રને કાર્યવાહી કરવાની માગ ઉઠાવવામાં આવી છે।

error: Content is protected !!
Scroll to Top