Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર માં ઓટો પાર્ટ્સ દુકાનદાર એ પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ શરુ કરતા આજીવિકાનું નું સ્ત્રોત બન્યું હતું.

  • અંકલેશ્વરના યુવકને પેઈન્ટીંગનો અનોખો સોખ
  • ઓટો પાર્ટસની દુકાન ચલાવવાની સાથે કરે છે પેઈન્ટીંગ કામ
  • અત્યાર સુધી ઘણાબધા નેતાઓના સ્કેચ તૈયાર કર્યા છે

મૂળ મહેસાણા ના યુવક વડોદરા ફાઈન આર્ટસ નો કોર્સ કર્યા બાદ વ્યવસાયે ઓટો પાર્ટ ની દુકાન શરુ કરી તો પેઇન્ટિંગ હુનર નો શોખ હવે આવકના નવા સ્ત્રોત બન્યો છે. નેતા ના સ્કેચ થી લઇ લાઈવ પેંટીગ સાથે હવે લોકો પરિવાર ના મોભી ની છબી કેનવાસ માં ઉતારવા નો નવો ટ્રેડ શરુ થયો છે.

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં રહેતા રજની પ્રજાપતિ વ્યવસાયની સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ કરવાનો પણ અનોખો શોખ ધરાવે છે. રજનિ પ્રજાપતિએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાઇન આર્ટસ નો કોર્સ કર્યો છે. જોકે પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે આ યુવકે પ્રતિન ચોકડી નજીક છેલ્લા 10 વર્ષથી ઓટો પાર્ટ્સની દુકાન શરૂ કરી છે. અમુક પરિસ્થિતિને લઈને રજની પ્રજાપતિ વ્યવસાયની સાથે પેઇન્ટિંગ બનાવવાનું પણ યથાવત રાખ્યું છે. આ યુવકે અલગ અલગ ચિત્રો બનાવી પોતાની કળા અને પ્રતિભાને પેઇન્ટિંગ દ્વારા રજૂ કર્યા છે. જેમાં તેઓએ સ્લેપ સ્કેચ પેન્ટિંગ, વોટર કલર પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ, પોટ્રેઈટ પેઇન્ટિંગ જેવા ઘણા બધા સ્કેચ તૈયાર કર્યા છે. અત્યાર સુધીમાં રજની પ્રજાપતિ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, મર્હૂમ સાંસદ અહેમદ પટેલ, કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ સહિત અનેક નેતાઓ ના સ્કેચ તૈયાર કરી તેમને ભેટ સ્વરૂપે અર્પણ પણ કર્યા છે.વ્યવસાયની સાથે જ પાર્ટ ટાઇમ પેઇન્ટિંગ વર્ક તેની આજીવિકા નો નવો સ્ત્રોત્ર બન્યો છે. લોકો હવે તેની પાસે વિવિધ ફોટો પેન્ટ કરાવી રહ્યા છે. 1000 રૂપિયા થી લઇ તે 20 હજાર સુધીના કેનવાસ પેઇન્ટિંગ કરી રહ્યો છે.અગાઉ કોલેજ કાળ માં તેના પેન્ટિગ એક્ઝિબિશન માં પણ ભાગ લીધો હતો. પણ પરિવાર ના માટે હુનર છોડી ને ઓટો પાર્ટ ની દુકાન શરુ કરી પણ આજે એ દુકાન સાથે તેના માટે પેન્ટિગ નું હુનર પણ આજે એક આવક નું સ્ત્રોત બની ગયો છે.

error: Content is protected !!
Scroll to Top