Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર જીઓડીસીમાં પુનઃ એકવાર નોટીફાઈડ ઓથોરિટી દ્વારા ગાર્ડન સિટી રોડ પર ઉભા થયેલા કાચા દબાણો દૂર કર્યા હતા.

  • અંકલેશ્વર GIDC મા પુનઃ કાર્યવાહી થી દબાણ કારો માં ફફડાટ ફેલાયો
  • પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તાર માં ગાર્ડન સિટી રોડ પર ચાણક્ય સ્કૂલ પાછળ ના ભાગે જીઆઇડીસી વિસ્તાર કોમર્શિયલ પ્લોટ આવેલ હતો જે પ્લોટ માં શ્રમિકો તેમજ અન્ય દ્વારા કાચા-પાકા બાંધકામ કરી વસવાટ કરી રહ્યા હતા. જે દબાણો દૂર કરવા માટે સૌ પ્રથમ પ્લોટ માં વસવાટ કરતા તમામ ને નોટિસ પાઠવી હતી જે બાદ પણ દબાણ દૂર ના કરવામાં આવતા અંતે નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને એક પછી એક જેસીબી તેમજ નોટીફાઈડ સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવાનું શરુ કરતા દબાણકારો માં ફફડાટ ફેલાયો હતો. વિભાગ દ્વારા જણાવ્યું હતું કે જીઆઇડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેમજ સરકારી જમીન નું રક્ષણ થશે. તેમજ સરકારી જમીન પર અતિક્રમણ અટકશે. આગામી દિવસો પણ પણ તેમના દ્વારા નોટીફાઈડ રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ હટાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે આ પૂર્વે ગત 12 ફેબ્રુઆરી ના રોજ પણ આજ વિસ્તાર માં ચાણક્ય સ્કૂલ સામે માલધારી સમાજ ના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જે બાદ પુનઃ આ માર્ગ પર કાર્યવાહી કરવામાં અવાતા દબાણકારો માં ફફડાટ સાથે તંત્ર સામે રોષ ફેલાયો હતો.

error: Content is protected !!
Scroll to Top