ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના વણખુંટા-પાડાથી કોયલાપાડા અને ઝઘડીયા તાલુકાના કોયલાપાડાથી વલી ગામના રસ્તાના નિમૉણની કામગીરીમાં માગઁ-મકાન વિભાગના અધીકારી-કોંટ્રાક્ટરની મિલીભગતના કારણે હલકીકક્ષાના માલ-સામાનનો વપરાશ થતો હોવાની સ્થાનિક રહીશોએ સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા સાહેબને ફરીયાદ કરતાં રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કયુઁ હતું.કોંટ્રાક્ટરે માત્ર મેટલને પાથરી અને તદ્દન હલકીકક્ષાની કામગીરી કરતા હોવાનું બહાર આવ્યું હતું.સાંસદ રોષે ભરાતા માગઁ-મકાન વિભાગના અધીકારીઓ બોલાવી રસ્તાની કામગીરીમાં હલકીકક્ષાના માલસામાનનો ઉપયોગ થઇ રહ્યો છે તેના પુરાવા આપી રસ્તાની કામગીરી સુધારવાની સુચના આપી હતી.