આગામી ચોમાસા ને લઇ જીપીસીબી અને ઉદ્યોગો ની બેઠક યોજાઈ
માનવ અધિકાર પંચ અને એન જી ટી ના પ્રશ્નો ના નિવારણ અંગે તાકીદ કરાઈ
ખાડી કે વરસાદી કાસ માં રાસાયણિક પાણી ના જાય તે માટે કડક સૂચના અપાઈ

આગામી ચોમાસા ને લઇ જીપીસીબી અને ઉદ્યોગો ની બેઠક યોજાઈ હતી. કંટામીનેટડ વોટર જાહેર ના જાય એ પૂર્વે ઉદ્યોગો ને જરૂરી સફાઈ થી લઇ કેમિકલ યુક્ત પાણી ના બહાર ના જાય તે માટે સ્પષ્ટ હિદાયત આપવામાં આવી હતી. માનવ અધિકાર પંચ અને એન જી ટી ના પ્રશ્નો ના નિવારણ અંગે તાકીદ કરવામાં આવી હતી. ખાડી કે વરસાદી કાસ માં રાસાયણિક પાણી ના જાય તે માટે કડક સૂચના અપાઈ હતી
અંકલેશ્વરમાં આવનારા ચોમાસાની તૈયારી તરીકે એક મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. એન્વાયરમેન્ટ ક્લીનીકનો કાર્યક્રમ આજે અંકલેશ્વર AIA બેલ હોલ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પ્રાદેશિક કચેરી અંકલેશ્વરના વડા વિજય રાખોલીયાએ હાજરી આપી હતી. તેમણે ઉદ્યોગકારો સાથે ચોમાસા દરમિયાન વિસર્જિત થતા કેમિકલ યુક્ત પાણી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ઉદ્યોગકારોને પૂરતી તકેદારીના પગલાં લેવા અનુરોધ કર્યો હતો.
ચર્ચામાં જણાવ્યું કે વરસાદી કાસમાં ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણીના વહેણને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે જેથી કુદરતી નદીઓ અને પાણીના સ્ત્રોતોનું પ્રદૂષણ અટકાવી શકાય.
આ એન્વાયરમેન્ટ ક્લીનીકમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ શ્રી હિંમત શેલડીયા, સેક્ટ્રી હરેશ પટેલ, જીપીસીબીના અધિકારીઓ અને અનેક ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.
તેમણે અંકલેશ્વરને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.